WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર: જાણો કેટલો વધશે પગાર.

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર: આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થામાં ચાર ટકા મોંઘવારીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને બેઝિક પગારના 50% મોંઘવારી ભથ્થું મળશે. આ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને 46% મોંઘવારી વધુ મળતું હતું આજરોજ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાદ હવે કર્મચારીઓને 4% વધારા સાથે 50% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

વર્ષમાં બે વખત થાય છે મોંઘવારી ભથ્થામાં વધારો.

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખૂબ મોટા સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓ કોના પગાર ભથ્થામાં 4% મોંઘવારી ભથ્થુ ઉમેરવાની જાહેરાત કરતા હવે કેન્દ્રીય કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું મળશે અહીં ઉલ્લેખનીય છે કે દર વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 1 જાન્યુઆરી અને એક જુલાઈની સ્થિતિએ તેમને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. નેશનલ મોંઘવારી સૂચક આંક ઇન્ડેક્સ ના આધારે આ મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરવામાં આવતો હોય છે.

આને પણ વાંચો RTE 2024 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, એક થી આઠ ધોરણ ફ્રી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ, જાણો ક્યાર થી ફોર્મ ભરાવાના શરૂ થશે અને કેટલા ડોક્યુમેન્ટ જોશે. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા તેમના કર્મચારીઓને થોડા દિવસો પહેલા આજે ચાર ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, અને ગુજરાત સરકારના કર્મચારીઓને ૪ ટકા મોંઘવારી ભથ્થા સાથે હાલ 46% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. કેન્દ્ર સરકારના આજની જાહેરાત બાદ ટૂંક સમય બાદ હવે ગુજરાતના કર્મચારીઓને પણ આ ચાર ટકા મોંઘવારી ભથ્થાનો વધારો મળી રહેશે.

કેન્દ્રીય કર્મચારીઓને 4% નો વધારો થતાં કેટલો પગાર વધશે.

કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થામાં ચાર ટકા મોંઘવારી ભતુ એડ થતા હવે કેન્દ્રીય કર્મચારીઓને તેના બેઝિક પગાર અનુસાર કુલ 50% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે એક ઉદાહરણ દ્વારા સમજીએ.

આને પણ વાંચો ઉંમર મુજબ કેટલું વજન હોવું જોઈએ? તમારી ઉંમર મુજબ વજનની ઓનલાઈન ગણતરી કરવા માટે અહીં ક્લિક કરો

ધારો કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹20,000 છે તો તેને અગાઉ 46% લેખે 9200 મોંઘવારી ભથ્થું મળતું હતું પરંતુ તેમાં હવે ચાર ટકાનો વધારો થવાથી 50% લેખે આ કર્મચારીને 10000 રૂપિયા મોંઘવારી ભક્તો મળવાપાત્ર થશે. આ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં વ્યાપક નિર્ણય કરવામાં આવ્યો છે.

HRA માં પણ થશે વધારો.

સાતમા પગાર પંચની ભલામણો અનુસાર ડીએ વધીને ૫૦ ટકા થઈ જતા ઘરભાડામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ વધારાની સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ટેક હોમ સેલેરીમાં વધારો થનાર છે. ઇન્દ્રિય કર્મચારીઓને મળતા એચ આર એ ઘરભાડા ને ત્રણ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે જેમાં વર્ગ એક્સ વાય અને ઝેડ છે.

આને પણ વાંચો અટલ પેન્શન યોજના અંતર્ગત કયા વર્ષે કેટલી રકમ ભરવાની થશે અને 60 વર્ષ બાદ કેટલા રૂપિયા પેન્શન મળશે તેની સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

વર્ગ X, Y અને Z કેટેગરી વાઇઝ મોંઘવારી ભથ્થુ.

  • જો એક કેટેગરીનો કર્મચારી શહેર નગરમાં રહે તો તેનું એચારે વધીને ૩૦ ટકા થઈ જશે
  • એ જ રીતે એચ.આર.એનો દર વાય કેટેગરી માટે ૨૦ ટકા તેમજ
  • ઝેડ કેટેગરી માટે ૧૦ ટકા રહેશે.
  • હાલમાં એક્સ વાય અને ઝેડ શહેરોમાં રહેતા કર્મચારીઓને અનુક્રમે 27 18 અને 9% ઘર ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે.

મહત્વની લીંક

વધુ માહિતી વાંચવા માટે હોમપેજ પર જવા અહીં ક્લિક કરો
મોંઘવારી ભથ્થા વધારા બાદ તમારો પગાર કેટલો થશે અહીં ક્લિક કરો

Leave a Comment