WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સરકારી યોજના : ગુજરાત સરકારની આ બે યોજના બદલી નાખશે ગુજરાતની લાખો કન્યાઓનું ભવિષ્ય. દીકરીઓનુ ડોક્ટર બનવાનું નું સપનું પૂરું થશે.

સરકારી યોજના : ડોક્ટર બનવા માટે સૌથી પહેલા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો જરૂરી છે. પરંતુ ધોરણ 10 સુધી ભણે અને સારા ગુણ સાથે પાસ થાય તો પણ લાખો કન્યાઓને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આગળ ભણાવી શકાતી નથી. આવી પરિસ્થિતિમાં દીકરીઓને જો તમારે ડોક્ટર બનાવવી હોય તો તમને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં આગળ ભણાવવા માટે ગુજરાત સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ બે નવી યોજનાઓ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરવા આશીર્વાદરૂપ બની રહેશે.

આને પણ વાંચો : સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં શિક્ષણ વિભાગ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તેમ જ વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બંને યોજનાઓનો ઘાટલોડિયામાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ સ્કુલ ખાતે શનિવારે સવારે 9:00 વાગ્યે શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના બજેટમાં આ વખતે વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહે અને કન્યાઓ ધોરણ 12 સુધીનો શિક્ષણ પૂર્ણ કરે તે ઉમદા હેતુથી વર્ષ 2024 25 ના બજેટમાં નમુ લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના નો સમાવેશ કરવામાં આવ્યો છે.

લાખો કન્યાઓનુ ભાવિ ઉજવળ બનાવતી આ યોજનાઓ વિશે જાણો.

નમો લક્ષ્મી યોજના :

 • રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ ચાર થી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમુ લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવેલી છે.
 • ધોરણ 9 થી ધોરણ 12 દરમિયાન દરેક કન્યાને કુલ 50 હજાર રૂપિયાની સહાય મળશે.
 • ધોરણ નવ અને ધોરણ 10 માટે વાર્ષિક ₹10,000 મળવા પાત્ર રહેશે
 • જેમાં હાજરીના આધારે માસિક રૂપિયા 500 અને બાકી 50% ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરવામાં આવશે
 • ધોરણ 11 અને ધોરણ 12 માટે વાર્ષિક ₹15,000 મળવા પાત્ર થશે.
 • જેમાં હાજરીના આધારે માસિક રૂપિયા 750 અને 50% ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ ખાતામાં જમા કરવામાં આવશે

આને પણ વાંચો : પીએમ સૂર્ય ઘર યોજના સંપૂર્ણ માહિતી

આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે :

 • રાજ્યની સરકારી અનુદારિત અને ખાનગી શાળાઓમાં ધોરણ નવ થી ધોરણ 12 માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આ યોજનાનો લાભ મળશે.
 • આ યોજના અંતર્ગત સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવેશ લેનારી તમામ કન્યાઓને આવરી લેવામાં આવશે
 • આ ઉપરાંત વાર્ષિક ₹6 લાખની કૌટુંબિક આવક મર્યાદા ના આધારે ખાનગી શાળાઓમાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવેશ લેનાર દરેક કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
 • નમો સરસ્વતી મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત લાભ લેનાર વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી યોજના નો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.

આને પણ વાંચો : મતદાર યાદિ ઓનલાઈન જાહેર

નમો સરસ્વતી યોજના

 • ધોરણ 11 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલી છે.
 • વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 50% થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીનીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સલગ્ન શાળાઓમાં ધોરણ 11 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂપિયા 25,000 ની સ્કોલરશીપ મળવા પાત્ર થશે.
 • ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક ₹10,000 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક રૂપિયા 15,000 મળવા પાત્ર રહેશે.
 • જેમાં 50% રકમ વર્ષની શરૂઆતમાં પ્રવેશ લેવા પર મળવા પાત્ર થશે
 • અને બાકીની 50 ટકા રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની હાજરીને આધારે મળવા પાત્ર રહેશે.

મહત્વની લીંક

યોજના નું શુભારંભ લાઈવ અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

બીજી વિનંતી : ખુબજ ઉપયોગી મેસેજ દરેક લોકો સુધી આગળ શેર કરજો, અનેક પરિવાર ને આ યોજના ખુબજ ઉપયોગી થશે.

Leave a Comment