WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Health Tips: ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે આ 3 લોટની રોટલી, માત્ર એક જ અઠવાડિયામાં દેખાશે અસર, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર.

Diabetes : ડાયાબિટીસ નથી પીડિત લોકોએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને એવા ત્રણ લોટ વિશે જણાવી રહ્યા છીએ જેના સેવનથી તમને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળી રહેશે. હૃદય રોગ કીડની ફેફસા અને આંખો જેવા શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે હાઈ બ્લડ સુગર.

સમગ્ર ભારતમાં આવેલ ગુજરાતી સમાજ લિસ્ટ જ્યાં સસ્તા ભાવે રહેવા જમવાની સગવડ ઉપલબ્ધ છે, પીડીએફ ડાઉનલોડ કરી સેવ રાખો ફરવા જાવ ત્યારે ખૂબ જ ઉપયોગી થશે.

ડાયાબિટીસ એ એક એવી બીમારી છે જેમાં તમારે તમારા આહાર નું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જ્યારે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધી જાય છે ત્યારે ડાયાબિટીસ થાય છે. અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે તમારે દવાઓની સાથે સાથે આહારમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તેને કાબુમાં ન રાખવામાં આવે તો તે વ્યક્તિને ઘણી ગંભીર બીમારીઓ નો શિકાર બનાવે છે અને હૃદય રોગ કિડની ફેફસા અને આંખો જેવા શરીરના ઘણા ભાગોને ખૂબ મોટો નુકસાન પણ પહોંચાડે છે. આજે અમે અહીં તમને એવા 3 લોટ વિશે ની માહિતી આપશું જેનુ સેવન કરવાથી તમને હાઈ બ્લડ સુગર માં રાહત મળી શકે છે.

ફિંગર બાજરી

ફિંગર બાજરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે આ લોટમાંથી બનેલી રોટલી નું સેવન કરી શકો છો. સિંગર બાજરીના લોટમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, એમિનોએસિડ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. જે ડાયાબિટીસમાં અસરકારક સાબિત થઈ શકે છે. તમે ઘઉંના લોટની જગ્યાએ ફિંગર બાજરીના લોટમાંથી બનેલ રોટલી નું સેવન કરી શકો છો.

કમરના દુખાવાનો ઘરગથ્થુ ઈલાજ વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજગરાનો લોટ

રાજગરાના લોટનો સેવન ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ લોટના સેવનથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ લોટમાં એન્ટી ડાયાબિટીસ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ જોવા મળે છે. આ સિવાય આ લોટ પ્રોટીન, વિટામિન્સ અને લિપિડ્સ જેવા ઉત્તમ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

ચણાનો લોટ

ચણાના લોટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેનો સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચણાના લોટમાંથી બનેલ રોટલી નું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

💥આને પણ વાંચો ઉંમર મુજબ તમારુ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

અન્ય આરોગ્ય લગત માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, સ્વાસ્થ્ય સંબંધીત કાંઈ પણ અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. Marugujaratbharti. in તેની પુષ્ટિ કરતું નથી.)

Leave a Comment