WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Adhar photo change: શું આધાર કાર્ડ માં તમારો ફોટો જૂનો છે? તો આ રીતે ચેન્જ કરો તમારો ફોટો.

આધારમાં ફોટો બદલવાની પ્રોસેસ જાણો: Adhar photo change: આપણી પાસે રહેલ વિવિધ સરકારી ડોક્યુમેન્ટ પૈકી આધાર કાર્ડ એ પણ સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ છે. હાલ દરેક જગ્યાએ આધાર કાર્ડની અવનવાર જરૂરિયાત ઊભી થતી હોય છે. આધાર કાર્ડ ની વિગતો અપ ટુ ડેટ રાખવી ખૂબ જ જરૂરી છે. આધારકાર્ડમાં સામાન્ય રીતે ફોટો ખૂબ જ જૂનો હોય છે. અને મોટાભાગના લોકોને પોતાના આધાર કાર્ડ માં નો ફોટો ગમતો નથી. અને આધારકાર્ડમાં રહેલ પોતાના ફોટાને મોટાભાગના લોકો ચેન્જ કરવા ઈચ્છતા હોય છે. પરંતુ આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે ચેન્જ કરવો તેની પ્રોપર પ્રોસેસ જાણતા ન હોવાને કારણે અપડેટ કરી શકાતો નથી. ફી ભરી આખા દિવસનો સમય બગાડી લાઈનમાં ઉભા રહી આધારકાર્ડમાં ફોટો બદલવા નો હાલ કોઈ લોકો પાસે સમય નથી, માટે દરેક લોકોના આધારકાર્ડમાં ફોટો જે હોય તેનો તે એમ જ રહે છે ચાહે તે ગમતો હોય કે ન ગમતો હોય. પરંતુ અહીં અમે એવી ખૂબ જ અગત્યની જાણકારી લઈને આવ્યા છીએ તેના દ્વારા તમે ફોટો ચેન્જ કરી શકો છો.

આધાર કાર્ડ માં ફોટો બદલવાની પ્રોસેસ

આધાર કાર્ડ ને લગતી ઘણી કામગીરી ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે પરંતુ ફોટો બદલવા માટે ઓનલાઇન આ સુવિધા ઉપલબ્ધ નથી. આધારકાર્ડમાં તમારો ફોટો ચેન્જ કરવા માટે તમારે આધાર એન્ડ્રોઇમેન્ટ સેન્ટર પર જવાનો રહેશે.

  • આ માટે સૌપ્રથમ તમારે પહેલા તો આધાર માટેની ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જઈને લોગીન કરવાનું રહેશે.
  • ઓફિસિયલ વેબસાઈટ પરથી આધાર એન્ડ્રોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ ફોર્મ ભરીને તમારા નજીકના આધાર એન્ડ્રોલમેન્ટ સેન્ટર પર જાઓ
  • ત્યાં તમારા ફિંગર પ્રિન્ટ અને આઇરીસ ડેટા સ્કેન કરવામાં આવશે
  • ત્યારબાદ તમારો લાઈફ ફોટો લેવામાં આવશે અને તેને આધાર ડેટામાં અપડેટ કરવામાં આવશે
  • આ માટે તમારે જરૂરી ફી ચુકવવાની રહેશે
  • આધારકાર્ડમાં તમારો આ ફોટો ચેન્જ થયા બાદ તેની માહિતી તમને એસએમએસ દ્વારા મોકલવામાં આવશે
  • ત્યારબાદ તમે તમારું નવું આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો કે જેમાં તમારો નવો ફોટો અપલોડ થઈ ગયેલ હશે

જાણો તમારું નવું આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું.

તમારું આધાર કાર્ડ તમે આધાર ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.

  • આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આધાર માટેની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ ઓપન કરો
  • તમારે મનપસંદ ભાષા સિલેક્ટ કરો
  • ગેટ આધાર ઓપ્શનમાંથી આધારકાર્ડ ડાઉનલોડ પર ક્લિક કરો
  • ત્યારબાદ માય આધાર માં જઈને લોગીન થાઓ
  • અહીં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો
  • હવે રજીસ્ટર થયેલ મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે તેને દાખલ કરો
  • ત્યારબાદ ડાઉનલોડ આધાર ઓપ્શન પર ક્લિક કરતા તમારું આધાર કાર્ડ pdf સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે
  • હવે તમે પાસવર્ડ દાખલ કરીને આધાર કાર્ડ ની પીડીએફ ઓપન કરી શકો છો.

💥આને પણ વાંચો 👇👇👇

આધાર કાર્ડ માં નામ અટક સરનામું કેવી રીતે ચેન્જ કરવું સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
બાળકોનું આધાર કાર્ડ ક્યારે કેટલી વખત અપડેટ કરાવવું જરૂરી છે સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક ઓનલાઇન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
આધાર કાર્ડ લગત તમામ માહિતી એક ક્લિકમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

UIDAI official website અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment